હવે તમે ‘ડિજી યાત્રા’ ઇનિશિએટીવ હેઠળ શક્ય બનશે.

October 4, 2018 - krishana trivedi

No Comments

ટૂંક સમયમાં જ હવાઇ મુસાફરી કરનાર લોકો એરપોર્ટ પર ફેશિયલ રિકગ્નિશન બાયોમેટ્રિકની મદદથી પ્રવેશ મેળવી શકશે. આ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ડિજી યાત્રા’ ઇનિશિએટીવ હેઠળ શક્ય બનશે. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે આ ભવિષ્યમાં આગળ વધવા માટેનું એક પગલું હશે. તેને ટૂંક સમયમાં શરૂ કરાશે. હાલમાં આ સુવિધાને વારાણસી, કોલકાતા, બેંગ્લુરૂ, હૈદરાબાદ અને વિજયવાડા સહિત પાંચ એરપોર્ટ પર શરૂ કરવાની શક્યતા છે.

તેમ છતાં, તેમણે જણાવ્યું કે આ મુસાફરોની ઇચ્છા પર આધાર રાખે છે કે તેઓ ફેશિયલ રિકગ્નિશનનો વિકલ્પ પસંદ કરે છે કે નહીં. પરંતુ તેમાં મુસાફરોને એરપોર્ટ પર ઓછો સમય લાગશે અને ભીડથી બચી શકશે. ડિજી યાત્રા ઇનિશીએટીવનું ઉદ્દેશ્ય પેપરલેસ અને મુશ્કેલરહિત મુસાફરીને પ્રોત્સાહન આપવાનું છે. સુરેશ પ્રભુના જણાવ્યા અનુસાર, ડિજી યાત્રા પ્લેટફોર્મને ફેબ્રુઆરી 2019થી શરૂ કરાશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *