સુરતમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો , સોશિયલ મીડિયા પર દોસ્તીના નામે છેતરપિંડી

October 4, 2018 - krishana trivedi

No Comments

સુરતમાં વધુ એક દુષ્કર્મ કિસ્સો સામે આવ્યો છે.સોશ્યલ મીડિયા પર દોસ્તી કરી ફોસલાવીને દુષ્કર્મ કરનાર સાગર નામના યુવકની પીડિતાના પરિવાર અને સ્થાનિકોએ ધુલાઇ કરી હતી.પીડિતાનો આરોપ હતો કે, સોશ્યલ મીડિયા પર દોસ્તી કરી સાગરે મળવા બોલાવી હતી. સાગર સગીરાને પોતાના ઘરે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

ત્યારબાદ પીડિતા એ પરિજનોને વાત કરતા સમાધાન માટે પીપલોદ ખાતે ભેગા થયા હતા. જોકે સાગરે દાદાગીરી કરતા વાત વણસી હતી અને લોકો તેમજ પીડિતાના પરિજનોએ સાગરને મેથીપાક ચખાડ્યો હતો. સમગ્ર મામલો ઉંમરા પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં શનિવારના રોજ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. પોલીસે માસુમ બાળકીને હવસનો શિકાર બનાવનાર આરોપીને ઝડપી પાડ્યો છે. પીડિતાના નજીકના સગાએ જ આ કૃત્ય કર્યું હતું.

મુખ્યમંત્રીએ સુરતની મુલાકાત દરમ્યાન આરોપીને વહેલી તકે ઝબ્બે કરવા પોલીસને તાકીદ કરી હતી. જેના પગલે પોલીસ કમિશનરે ઘટના સ્થળની મુલાકાત લિધી હતી.

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતે સગીર વયનો છે અને પીડિતાના નજીકના સગામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલતો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *