રશિયન રાષ્ટ્રપતિ પુતિન આજથી ભારતની મુલાકાતે, સંરક્ષણ સમજૂતિ સંભવ

October 4, 2018 - krishana trivedi

No Comments

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરૂવારે બે દિવસની યાત્રા પર ભારત આવી રહ્યા છે. આ દરમિયાન રશિયા સાથે એસ-400 વાયુ પ્રતિરક્ષા સિસ્ટમ સોદા સહિત 20 જેટલા સમજૂતિ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. પુતિન ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે.

19માં ભારત-રશિયા શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ રશિયન સંરક્ષણ કંપનીઓ પર અમેરિકન પ્રતિબંધની પૃષ્ઠભૂમિમાં દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોની પણ સમીક્ષા કરી શકે છે. પુતિનની ભારત યાત્રા દરમિયાન મુખ્ય ભાર એસ-400 વાયુ પ્રતિરક્ષા સિસ્ટમ સોદા પર સંમતિને લઇને રહેશે.

રશિયાના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે આ પ્રવાસની મુખ્ય વિશેષતા એસ-400 વાયુ સંરક્ષણ પ્રણાલીની આપૂર્તિ માટે સોદા પર હસ્તાક્ષર કરવાનું રહેશે. આ કરારનું મૂલ્ય પાંચ અબજ ડોલરથી પણ વધુ છે. પુતિનના ટોચના વિદેશી નીતિ સલાહકાર યુરી ઉશાકોવે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ચાર ઑક્ટોબરે ભારત માટે રવાના થશે અને આ દરમિયાન એસ-400 વાયુ સંરક્ષણ પ્રણાલીની આપૂર્તિ માટે કરાર પર ભાર મૂકવામાં આવશે.

 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *