મુસ્લિમ પરિવારના 13 સભ્યો ધર્મ પરિવર્તન કરી હિન્દુ બન્યા

October 4, 2018 - krishana trivedi

No Comments

પશ્ચિમી ઉત્તર પ્રદેશના બાગપતમાં મુસ્લિમ પરિવારનો ધર્મ પરિવર્તન કરી હિન્દૂ બનવાનો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ પરિવારના 13 લોકોએ મંગળવારે હવન અને પૂજા કર્યા બાદ તેમના નામ બદલ્યા અને હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો હતો. ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ હિન્દુ-યુવા વાહિની ભારતના બેનર હેઠળ કરવામાં આવ્યો હતો.

તેમણે પોતાની ઇચ્છાથી ધર્મ બદલ્યો છે ધર્મ પરિવર્તનનું કારણ જણાવતા પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમના પરિવારના એક સભ્યની હત્યા કરવામાં આવી હતી પરંતુ સમુદાયે તેમને આ અંગે કોઇ પણ મદદ કરી ન હતી. પોલીસે પણ હત્યાને આત્મહત્યા સાબિત કરી. એવામાં ન તો સમુદાય અને ન તો પોલીસ તરફથી અમને કોઇ ન્યાય મળ્યો.

પરિવારના સભ્ય નરેન્દ્ર જેનું જૂનું નામ નૌશાદ હતું, , ત્યારબાદ અમે ધર્મ બદલવાનું નક્કી કર્યું. પરિવારે શપથ પત્ર દાખલ કરતા જણાવ્યું કે તેઓ પોતાનો ધર્મ બદલવા જઇ રહ્યા છે, કારણકે તેઓ પરિવારના સભ્યની મૃત્યુની તપાસથી ખુશ નથી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *