ભારતીય ગ્રૂપે ક્રૂઝ પર બાર ડાન્સર બોલાવી તમામ હદો વટાવી.

October 4, 2018 - krishana trivedi

No Comments

રૉયલ કેરેબિયન સીમાં ક્રૂઝમાં સફર કરી રહેલા લોકો માટે રજાઓ માણવા અને દરિયાની મજા લેવી એ સોનેરી અવસર સમાન હોય છે. સિડનીથી રવાના થયેલ ક્રૂઝ પર ભારતીય યાત્રીઓ સહિત ઓસ્ટ્રેલિયન યાત્રીઓ પર સવાર હતા. ક્રૂઝનો આ પ્રવાસ ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓ માટે માથાનાં દુ:ખાવા સમાન સાબિત થયો હતો. પાર્ટીમાં ડાન્સ માટે સ્પેશિયલ બાર ડાન્સર્સને બોલાવવામાં આ‌વી હતી.

એક ભારતીય તમાકૂ કંપનીનાં ૧૩૦૦ જેટલા સ્ટાફ મેમ્બર્સે ક્રૂઝ પર ખૂબ જ તોફાન કરીને આખુ ક્રૂઝ માથે લીધુ હતું. ભારતીયોએ પાર્ટીમાં અર્ધનગ્ન કપડાઓમાં બાર ડાન્સર્સને બોલાવી હતી. ભારતીય પ્રવાસીઓએ ડાન્સ બારની સાથે-સાથે પુલ ડેક પર હોબાળો મચાવ્યો હતો. તેમજ ભારતીય પ્રવાસીઓ જમવા પર પણ તૂટી પડ્યા હતા. ૩૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતા આ ક્રૂઝ પર અન્ય યાત્રીઓએ ભારતીય યાત્રીઓનાં આ વ્યવહારને વખોડ્યો છે.  ૬ સપ્ટેમ્બરનાં રોજ તેઓ ત્રણ દિવસની ક્રૂઝ યાત્રા પર જવા માટે રવાના થયા હતા.

ભારતીય યાત્રીઓ જે બાર ડાન્સર્સને લઈને આવતા હતા તે ડાન્સર્સે અર્ધનગ્ન જેવા કપડા પહેર્યા હતા. આટલું જ નહીં, ભારતીય યાત્રીઓએ ડાન્સર્સ સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો હતો. તેમજ તેમના ફોટા પાડ્યા હતા તેમજ તેમની સાથે ડાન્સ કરતો વીડિયો પર તેમના ફોનમાં શૂટ કર્યા હતા. જો કે, ક્રૂઝ કંપનીને જેટલા પણ યાત્રીઓએ ફરિયાદ કરી હતી તેઓને તેમની આ ટ્રીપનાં પૈસા પરત કરવામાં આવ્યા હતા.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *