
February 21, 2019
વિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી
રાજસ્થાન માઉન્ટ આબુમાં સરકારે કન્સટ્રક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધના પગલે તેના વિરોધમાં આબૂમાં આજે બીજા દિવસે પણ બંધનું એલાન આપી વિરોધ નોંધાવી સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.માઉન્ટ આબુના રહીશોને બાધકામ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો. જેના વિરોધમાં આજે માઉન્ટ આબુ સજ્જડ બંધ છે.બંધના વિરોધના કારણે માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બજારો અને હોટલો બંધ રહેતા પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.આબુમાં દરરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવે છે તેના લીધે ટોલગેટ પર હજારોની આવક થાય છે . જો કે પ્રથમ દિવસે 71000ના નુકસાનીની વાત કરાઇ છે.માઉન્ટ આબુમાં સમારકામ અને નવીન બાંધકામની મંજૂરી મળે તે માટે હું અને સાંસદ, ધારાસભ્ય સાથે રહી સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યાં છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોથી મકાનો તેમજ દુકાનોની મરામત માટે લાચારી વેઠી રહ્યાં છીએ. સરકાર લીલીઝંડી નહીં આપે ત્યાં સુધી વેપાર બંધ રાખીશું.
Leave a comment