નવરાત્રિમાં વેકેશન આપવું જ પડશે, તેમ નહીં કરનાર શાળા સામે પગલાં

October 4, 2018 - krishana trivedi

No Comments

અમદાવાદ સહિત રાજ્યભરની કેટલીક ખાનગી શાળાઓ નવરાત્રી વેકેશનનો ઈનકાર કરી રહી છે.ખાનગી શાળા સંચાલકોએ નવરાત્રી વેકેશનનો અમલ નહીં કરવાના મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે ત્યારે સરકારે પણ તેના કડકાઈભર્યા અમલ માટે સૂચના આપી દીધી છે. રાજ્યભરની શાળાઓમાં ૧૦થી ૧૭ ઓક્ટોબરનું નવરાત્રી વેકેશન રહેશે. ત્યારબાદ પથી ૧૮ નવેમ્બર દિવાળી વેકેશન રહેશે અને ૧૯ નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર ચાલુ થશે.

પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોષીએ જણાવ્યું હતું કે જે શાળાઓ ડીઈઓ કે ડીપીઈઓના પરિપત્રનો અમલ નહીં કરે તે શાળાને કારણદર્શક નોટિસ આપવામાં આવશે. સૌ પહેલાં તે શાળાને કારણદર્શક નોટિસ આપવામાં આવશે. ત્યાર બાદ દંડ કરવા ઉપરાંત શાળાની માન્યતાની શરતો અન્વયે માન્યતા રદ કરવા સુધીનાં આકરાં પગલાં પણ લઈ શકાય.

ડીપીઈઓ નવનીત મહેતાએ જણાવ્યું હતું કે જે ખાનગી શાળાઓ નવરાત્રી વેકેશનનો અમલ નહીં કરે તેની ફરિયાદ વિભાગ અને નિયામકને મોકલી આપીશું. તે પછીની કાર્યવાહીનો નિર્ણય ઉચ્ચ વિભાગ જ લેશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *