કેરળમાં ભારે વરસાદ અને તોફાનની હવામાન વિભાગની આગાહી

October 4, 2018 - krishana trivedi

No Comments

કેરળ હજુ તાજેતરમાં આવેલા પૂરમાંથી બહાર આવ્યું નથી ત્યાં હવામાન વિભાગે ફરીથી ભારે વરસાદની આગાહી આપી છે. જેને કારણે અમુક વિસ્તારમાં રેડ એલર્ટ અપાયું છે.હવામાન વિભાગે અરબ સાગરમાં 6થી 8 ઓક્ટોબરની વચ્ચે લો-પ્રેશર સીચ્યુએશનની આગાહી આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ લો-પ્રેશરને કારણે અરબ સમુદ્રના દક્ષિણ-પૂર્વી ભાગમાં તૂફાન અથવા ચક્રવાત આવવાની વકી  છે.

આગાહી મુજબ ડે નામના આ ચક્રવાને કારણે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે. જેને કારણે માછીમારોને 6થી 8 ઓક્ટોબર વચ્ચે સમુદ્રમાં ન જવાની સલાહ અપાઇ છે. સાથે રાજ્યના 7 જિલ્લામાંથી 3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

ત્યાંજ, તમિલનાડુમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેને પગલે તમામ જિલ્લામાં એલર્ટ આપી તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા આદશે અપાયા છે અને સરકાર આ માટે જરૂરી તૈયારી શરૂ કરી દીધી છે. પૂર્વઅનુમાન પ્રમાણે ચેન્નાઇના ઉત્તરી વિસ્તારમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *