કેન્દ્રે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 2.5નો તાત્કાલીક ઘટાડો કર્યો

October 4, 2018 - krishana trivedi

No Comments

આકાશને આંબી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાંથી લોકોને રાહત આપતા નાણાંમંત્રી અરુણ જેટલીએ ઈંધણના ભાવમાં 2.50નો તાત્કાલીક ધોરણે ઘટાડો કરવાની જાહેરાત કરી છે જેટલીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આ વાત જણાવી હતી. તેમજ આ સાથે રાજ્યોને પણ સમાન દરે ઈંધણના ભાવમાં ઘટાડો કરવા અપીલ કરી હતી જેને પગલે ગ્રાહકોને 4-5 રૂપિયા સસ્તું ઈંધણ મળી શકે. નાણાં મંત્રીએ જણાવ્યું કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડાતા આવકમાં રૂ. 10,500 કરોડનો ફટકો આ વર્ષે પડશે.

જેટલીએ  જણાવ્યું કે અમેરિકા વ્યાજ દર વધારી રહ્યું છે, જેને પગલે બજાર પર તેની અસર પડી છે. સ્ટોક અને કરન્સી બજારમાં અફરાતફરી જોવા મળી છે. કેટલાક પગલાં અગાઉ લેવાયા છે. અમે આઈએલએન્ડએફએસના બોર્ડને બદલી નાંખ્યું છે. આયાત પર નિયંત્રણ મેળવવા માટે કેટલાક પગલાં લેવાયા છે. મોંઘવારી અંકુશમાં છે અને ચાર ટકાથી નીચે જોવા મળે છે. ગત ત્રિમાસિક ગાળામાં જીડીપી ડેટામાં 8.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. ચાલુ ખાતાની ખાધને બાદ કરતા તમામ આર્થિક આંકડાો પ્રોત્સાહક જણાય છે તેમ જેટલીએ જણાવ્યું હતું.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *