અલ્પેશ ઠાકોરે સરકારને આપી ચિમકી, સરકાર રાધનપુરમાં કાર્યક્રમ કરી બતાવે’

October 4, 2018 - neha maheriya

No Comments

'અલ્પેશ ઠાકોરે સરકારને આપી ચિમકી, સરકાર રાધનપુરમાં કાર્યક્રમ કરી બતાવે'

 

પાટણ :  રાધનપુર વિધાનસભા બેઠકમાં આવતા રાધનપુર, વારાહી, સમી અને શંખેશ્વરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો ત્યારે સ્થાનિક ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે અલ્પેશ ઠાકોર એક દિવસના ધરણા બેઠ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે સરકારે ૧૮ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે

અલ્પેશ ઠાકોરે સરકાર પર ભેદભાવના આક્ષેપો લગાવતા કહ્યું હતું કે રાધનપુરની આજુબાજુ આવેલ કચ્છ, સુઈગામ, વાવ, ચાણસ્મા અને કાંકરેજને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ ભેદભાવ રાખતા માત્ર રાધનપુરને જ અછતગ્રસ્ત જાહેર કર્યો નથી. અલ્પેશ ઠાકોરે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે આપણી લાગણી માંગણી એવી છે કે સાંતલપુર, વારાહી, રાધનપુરને તાત્કાલિક ધોરણે અછતગ્રસ્ત કરવામાં આવે. આ ઉપરાંત લોકોના દેવા માફ કરવામાં આવે. ખેડૂતોને સમયસર પાણી આપવામાં આવે અને ઘાસચારાની વ્યવ્યસ્થા કરવામાં આવે. 

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *