અકસ્માતમાં કચ્ચરઘાણ થયેલી ગાડીમાંથી બે દિવસે બે લોકો જીવતા નિકળ્યા.

October 4, 2018 - krishana trivedi

No Comments

તમિલનાડુનાં ઉટી-કલહટ્ટી રોડ પર બે દિવસ પહેલા ચેન્નાઈનાં પ્રવાસીઓનો સામુહિક અકસ્માત થયો હતો. જ્યાંથી બે દિવસ બાદ બે યાત્રીઓ જીવતા બહાર નિકળ્યા છે. બંને યાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનાં કારણે તેમને ઉટીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને અકસ્માગ્રસ્ત ગાડીમાંથી પાંચ મૃતદેહ મળ્યા છે.

અકસ્માતગ્રસ્ત ગાડીમાં સાત લોકો સવાર હતાં. ગાડી રસ્તાની સાઈડ પર લાગેલા સ્ટીલનાં બેરિકેડ સાથે અથડાઈને ૫૦-૬૦ ફૂટ ઉંડી ખીણમાં જઈને પડી હતી. આ પ્રવાસીઓ ૩૦ સપ્ટેમ્બરનાં રોજ ઉટીની હોટલમાં પહોંચ્યા હતા અને ૧ ઓક્ટોબરનાં રોજ મસીનાગુડી જવા માટે રવાના થયા હતા. જ્યારે તે લોકો બુધવારે પાછા હોટલ પર ન ફર્યા ત્યારે હોટલવાળાઓએ પોલીસને આ અંગે જાણ કરી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *