બિહાર: વ્રત દરમિયાન ગંગા સ્નાન કરી રહેલી મહિલા સાથે ગેંગરેપ

October 3, 2018 - krishana trivedi

No Comments

બિહારમાં ત્યોહાર દરમિયાન ઉપવાસ કરી રહેલી એક મહિલા સાથે ગેંગરેપ કરવાનો અને તેનો વીડિયો વાયરલ કરવાના કિસ્સો સામે આવ્યો છે. મહિલા ગંગા નદીમાં સ્નાન કરી રહી હતી, તે દરમિયાન તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. ઘટના મોકામા ક્ષેત્રના જલ ગોવિંદ ગામની છે. કેસમાં એક આરોપી શિવપૂજન મહતોની ધરપકડ કરાઈ છે. તે બસ ડ્રાઈવર છે. સ્થાનિક સમાચારપત્રના અહેવાલ અનુસાર, ધરપકડ સમય મહતો એક નાબાલિગ છોકરીનું અપહરણ કરી લઇ જઇ રહ્યો હતો.

બીજા આરોપીનું નામ વિશાળ જણાવાઇ રહ્યું છે. તેની ધરપકડ માટે બિહાર પોલીસ છાપેમારી કરી રહી છે. વાયરલ વીડિયોમાં મહિલા આરોપીઓને પોતાના જિતિયા ત્યોહાર અને ગંગા મૈયાનાં સોગંદ આપતી જોવા મળે છે. જોકે, આરોપીઓ પર તેની કોઈ અસર થતી નથી.

ઉલ્લેખનીય છે કે બિહારમાં છેલ્લા થોડા મહિનાથી મહિલાઓ વિરૂદ્ધ જાતીય હિંસા રાજકીય મુદ્દો બની રહ્યો છે. મુઝફ્ફરપુરના બાલિકા ગૃહ કાંડમાં સરકારને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા થોડા મહિનાઓમાં સ્ત્રીઓ સાથેની છેડતીના અનેક અસંખ્ય વીડિયો બિહારમાં વાયરલ થય છે. વિપક્ષી નેતાઓએ આરોપ મૂક્યો છે કે પોલીસ-વહીવટી તંત્રની ઉંઘ ખુલી નથી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *