નવા CJI બન્યા રંજન ગોગોઇ, રાષ્ટ્રપતિ કોવિંદે શપથ લેવડાવ્યા

October 3, 2018 - krishana trivedi

No Comments

જસ્ટિસ રંજન ગોગાઇ દેશના નવા ચીફ જસ્ટિસ બન્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટીસ રંજન ગોગોઈને ચીફ જસ્ટિસ પદના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ગોગોઈ ભારતના 46માં ચીફ જસ્ટિસ છે. જસ્ટિસ ગોગાઇ 17 નવેમ્બર 2019 સુધી આ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ 13 મહિના 12 દિવસનો હશે. આ પહેલાં 2 ઓક્ટોબરના રોજ જસ્ટિસ દીપક મિશ્રા નિવૃત્ત થયા હતા.

જસ્ટિસ રંજન ગોગોઈ તે બેંચમાં સામેલ હતા, જેમણે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ માર્કંડેય કાત્ઝૂને સોમ્યા મર્ડર કેસ પર બ્લોગ લખવાના સંબંધમાં ખાનગી રીતે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું .

જસ્ટિસ ગોગોઈને પદ ગ્રહણ કર્યા બાદ સૌથી મોટો નિર્ણય અયોધ્યા કેસ પર લેવાનો છે. ખાસ વાત એ છે કે આ કેસમાં 28 ઑક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચ સુનાવણી શરૂ કરવા જઇ રહી છે .

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *