દેવુ ભરપાઇ ન કરતા અનિલ અંબાણીની સામે એરિક્સન કંપની સુપ્રીમ કોર્ટમાં

October 3, 2018 - krishana trivedi

No Comments

સ્વીડનની ટેલીકોમ ઇક્વિપમેન્ટ કંપની એરિક્સને રિલાયન્સ કોમ્યૂનિકેશન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માંગણી કરી હતી કે દેવુ ભરપાઇ ન કરે ત્યાં સુધી રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણી અને કંપનીના બે મોટા અધિકારીઓની દેશની બહાર જવા પર અંકુશ લગાવે. એરિક્સને આરોપ મુક્યો છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન 30 સપ્ટેમ્બર સુધી કંપનીના લેણાપેટે 550 કરોડ રૂપિયાની ચુકવણી કરશે પરંતુ રિલાયન્સે તે ચુકવણી કરી નહતી.

બીજી તરફ રિલાયન્સ કોમ્યુનિકેશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દેવાની ભરપાઇ માટે 60 દિવસનો સમય માંગ્યો હતો. એક સમયની દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન હાલમાં 45,000 કરોડ રૂપિયાના દેવામાં ડૂબેલી છે.

આ ડીલની મંજૂરી માટે રિલાયન્સ કોમ્યુનિકેશને ટેલીકોમ વિભાગમાં અરજી કરી હતી, પરંતુ વિભાગે સ્પેક્ટ્રમ ઉપયોગ કરવા બદલ કંપની પાસેથી 2,900 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જેને રિલાયન્સે ટેલીકોમ્યુનિકેશન્સ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ અપીલ ટ્રિબ્યુનલમાં પડકારી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી એનસીએલટીએ આરકોમને 30 સપ્ટેમ્બર સુધી સમાધાન રૂપે 550 કરોડ રૂપિયાની ચુકવણી કરવા કહ્યું હતું. જેની તારીખ નિકળી જતા એરિક્સને સુપ્રીમ કોર્ટનો સહારો લીધો હતો.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *