કેરળ નન રેપ કેસના આરોપી પૂર્વ બિશપ ફ્રેન્કોની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

October 3, 2018 - krishana trivedi

No Comments

કેરળ હાઇકોર્ટે બુધવારે રોમન કેથોલિક બિશપ ફ્રેન્કો મુલક્કલની જામીન અરજી ફગાવી દીધી છે. બિશપની એક નન પર વારંવાર બળાત્કાર કરવા અન જાતીય સતામણીના આરોપસર ધરપકડ કરાઇ છે. ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે, આરોપી સમાજમાં એક હોદ્દો ધરાવે છે, તે આ મામલે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. ન્યાયાધીશ રાજા વિજયરાઘવને ફરિયાદી પક્ષની દલીલને સ્વીકારતા આરોપીની જામીનની અરજી રદ કરી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે, આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ફરિયાદે પક્ષે દલીલી કરી હતી કે, આ મામલે તપાસ હજુ ચાલું છે અને આ સીઆરપીસીની કલમ 164 હેઠળ મજિસ્ટ્રેટ સમક્ષક અન્ય નનોનો નિવેદન દાખલ કરવાનો છે. નોંધનીય છે કે, પાલા સ્થિત એક મજિસ્ટ્રેટ કોર્ટે જામીનની અરજી ફગાવી દેતા બિશપે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

પોલીસને આપેલા નિવદેનમાં આરોપ લગાવ્યો હતો કે, બિશપ મુલક્કલે મે 2014માં કુરવિલાગડમાં એક અતિથિગૃહમાં તેન પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં અનેક વાર તેની સાથે જાતીય સતામણી કરી હતી. નને જણાવ્યુ હતું કે, તેની ફરિયાદ પર ચર્ચના અધિકારીઓએ કોઇ કાર્યવાહી ન કરતા તેણે પોલીસને જાણ કરી હતી. જોકે બિશપે તેના પર લગાવેલા આરોપોને નકાર્યા હતા.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *