ઇન્દોરના મદરેસાના 52 વર્ષિય મૌલવી દ્વારા સગીરાનું યૌન શોષણ

October 3, 2018 - krishana trivedi

No Comments

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક 10 વર્ષની બાળા સાથે યૌન શોષણનો એક શરમજનક મામલો સામે આવ્યો છે. ઇન્દોરના એક મદરેસામાં આધેડ મૌલવીની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય બાબત છે કે ઇન્દોરમાં વિતેલા સપ્તાહમાં આ ચોથો યૌન શોષણનો મામલો છે જેમાં સગીર વયની બાળાએ યૌન શોષણનો ભોગ બન્યા બાદ ન્યાય માટે કાયદાનો સહારો લીધો હોય.

પોલીસે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે પીડિતાના પરિવારજનોની ફરિયાદ પર રોશન નગરના એક મદરેસાના 52 વર્ષિય મૌલવી અબ્દુલ રઉફને આ મામલે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ મુજબ રવિવારે મૌલવીએ પીડિતા સાથે મદરેસામાં જ અશ્લિલ અડપલા કર્યા હતા. જે અંગે મોડી રાત્રે બાળાએ તેના પરિવારજનોને મૌલવીની કરતૂતો વિશે જણાવતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. ફરિયાદ દરમિયાન જ પોલીસે મૌલવીની ધરપકડ કરી હતી અને તેની સમક્ષ બાળાએ પૂરી ઘટના જણાવતા ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે પોલીસે મૌલવી વિરૂદ્ધ આઇપીસી કલમ 354( મહિલાની આબરૂ લુંટવા બળજબરી હુમલો કરવો) અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં જ ઇન્દોરમાં 10 વર્ષથી નીચેની ઉંમરની બાળાઓ સાથે યૌન શોષણ અને દુષ્કર્મના ચાર અલગ-અલગ બનાવો બન્યા છે. જેમાંથી બે સગી બહેનો પર તેના જ પરિવારના ઓળખીતાઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *