
February 14, 2019
દીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ
રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું ૮૭ વર્ષની ઉંમરે નિધન થયું છે. સોમવારે સવારે ચાર વાગ્યાની આસપાસ જ તેમણે અંતિમ શ્વાસ ભર્યા હતાં. છેલ્લા કેટલાક સમયથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. કૃષ્ણા રાજ કપૂર કપૂર પરિવારની મોભી હતા. રાજ કપૂર સાથા તેમનાં લગ્ન વર્ષ ૧૯૪૬માં થયા હતાં. રાજ કપૂર અન કૃષ્ણા રાજ કપૂરનાં પાંચ બાળકો છે. રણધીર કપૂર, રાજીવ કપૂર, રીમા કપૂર, રિતુ કપૂર કૃષ્ણા રાજ કપૂરનાં બાળકો છે. જ્યારે કૃષ્ણા રાજ કપૂર કરિશ્મા કપૂર, કરીના કપૂર, રણબીર કપૂર, રિદ્ધિમા કપૂરનાં દાદી હતાં.
૮૭ વર્ષની ઉંમરમાં પણ તેઓ ઘણા એક્ટિવ હતાં. કૃષ્ણા રાજ કપૂરને તમે ફેમિલી પાર્ટીઝ અને મૂવી પ્રીમિયરમાં અવાર નવાર જોવા મળતા હતાં. ૧૯૮૮માં રાજ કપૂરનાં નિધન બાદ તેમણે જ પોતાના પૂરા પરિવારને એક સાથે રાખ્યો હતો. તેમણે રાજ કપૂરની ગેરહાજરીમાં તેમનાં બાળકોની જવાબદારી ઉપાડી લીધી હતી. રણધીર કપૂરે માતાનાં નિધન પર દુ:ખ વ્યક્ત કરતા સમગ્ર દુનિયાને માતાનાં નિધન અંગેની જાણકારી આપી હતી.
Leave a comment