કેન્સરની દુર્લભ બિમારીના ઈલાજ વિકસાવનારા બે વિજ્ઞાનીઓને નોબેલ પુરસ્કાર

October 1, 2018 - krishana trivedi

No Comments

મેડિકલ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કારની યાદીમાં આ વર્ષે પ્રથમ જાહેરાત મેડિકલ ક્ષેત્ર માટે કરાઈ છે. આ વખતે ક્ષેત્રમાં આ પુરસ્કાર બે વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે અપાશે. જેમ્સ પી એલિસન અને તાસુકા હોંજોને કેન્સર થેરાપીની શોધ કરવા માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે. કેન્સરની દુર્લભ બિમારીના ઈલાજ માટે બંને વૈજ્ઞાનિકોએ એવી થેરાપી વિકસિત કરી છે કે જેનાથી શરીરની કોશિકાઓમાં(સેલમાં) ઈમ્યૂન સિસ્ટમને કેન્સર ટ્યુમર સામે લડવા માટે મજબૂત બનાવી શકાશે.

બીજી તરફ આ વર્ષે સાહિત્ય ક્ષેત્રમાં કોઈને નોબેલ પુરસ્કાર અપાશે નહીં. ગત 70 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે સાહિત્યનું નોબેલ પુરસ્કાર કોઈને અપાશે નહીં. કારણ કે સ્વીડનમાં સાંસ્કૃતિક ગતિવિધિના ખ્યાતનામ ચહેરા તરીકે ઓળખાતા ફ્રાન્સના નાગરિક ઝ્યાં-ક્લાઉડ અર્નોલ્ટ પર યૌનશોષણનો આરોપ મૂકાયો છે. જોકે, કેન્સરની દુર્લભ બિમારીના ઈલાજ માટે નવી શોધ કરનાર બંને વૈજ્ઞાનિકોને મેડિકલ ક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર ચોક્કસ અપાશે.

નોબેલ પુરસ્કારમાં દિલચસ્પી રાખનારાઓમાં એ વાતની ચર્ચા થઈ રહી છે કે દાવેદારોની મોટી સંખ્યા જોતાં ભૌતિક, રસાયણ, શાંતિ અને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર કોને અપાશે. આ વખતે સાહિત્યનું નોબેલ પુરસ્કાર નહીં આપવાના કારણે હવે સૌની નજર શાંતિ માટેના નોબેલ પુરસ્કાર પર મંડાઈ છે, જેની જાહેરાત ઓસ્લોમાં શુક્રવારે કરાશે. પરંતુ આ પહેલાં વિજ્ઞાન સાથે સંલગ્ન નોબેલ પુરસ્કારની જાહેરાત થશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *