સુષ્મા સ્વરાજે નજરઅંદાજ કર્યા તેનાં પર પાકિસ્તાન મંત્રીએ નારાજગી દાખવી

September 28, 2018 - krishana trivedi

No Comments

અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજીત સાઉથ એશિયન એસોસીએશન ફોર રિજનલ કોર્પોરેશન (SAARC)ની મીટિંગમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી હતી. વિદેશ મંત્રી સ્તરની આ બેઠકમાં ભાગ લેવા પહોંચેલ ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પોતાનું ભાષણ આપ્યા બાદ મીટિંગમાંથી નીકળી ગયા, તેથી નારાજ પાકિસ્તાની વિદેશ મંત્રી મહેમૂદ કુરૈશીએ નારાજગી વ્યકત કરી.

ઉલ્લેખનીય છે કે આ મીટિંગ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલની અંદર ન્યૂયોર્કમાં યોજાઇ હતી, તેમાં સાર્ક દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. પોતાનું ભાષણ આપ્યા બાદ સુષ્મા સ્વરાજ પોતાના આગળના કાર્યક્રમ માટે નીકળી ગયા. ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીનું ભાષણ થવાનું હતું. સુષ્મા સ્વરાજ મીટિંગમાંથી બહાર નીકળી જતા પાકિસ્તાની વિદેશ મંત્રીને ખોટું લાગ્યું. જો કે સુષ્મા સ્વરાજ બાદ ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે મીટિંગમાં હાજર રહ્યાં હતા.

પાકિસ્તાની વિદેશ મંત્રીએ નારાજ થતાં જણાવ્યું કે જો આપણે આ ફોરમથી કંઇક માંગીએ છીએ તો આપણે આગળ વધવું પડશે પરંતુ આ કોઇ રીત છે? મને એ જણાવવામાં કોઇ સંકોચ નથી કે જો સાર્કની પ્રગતિમાં કોઇ અડચણ છે તો એક દેશનું વર્તન છે. તેમણે આગળ જણાવ્યું કે અમારી વચ્ચે કોઇ વાતચીત થઇ નથી. તેઓ (સુષ્મા સ્વરાજ) અધવચ્ચેથી જ જતા રહ્યાં, કદાચ તેમની તબિયત સારી નહોતી. મેં તેમનું ભાષણ સાંભળ્યું, તેમણે ક્ષેત્રીય સહયોગની વાત કરી. ક્ષેત્રીય સહયોગ કેવી રીતે શકય છે, જ્યારે દરેક લોકો બેસીને એક-બીજાની વાત સાંભળી રહ્યાં હતા અને તમે તેને બ્લોક કરી રહ્યાં છો.

સૂત્રોના મતે સુષ્માએ પોતાના નિવેદનમાં આતંકવાદના ખાત્મા માટે સાથે કામ કરવાની વાત પર જોર આપ્યું. સુષ્માએ સાર્ક મીટિંગ દરમિયાન પોતાના નિવેદનમાં જણાવ્યું કે આપણા લોકોના આર્થિક વિકાસ, પ્રગતિ, ક્ષેત્રીય સહયોગ માટે શાંતિ અને સુરક્ષાનો માહોલ ખૂબ જ જરૂરી છે. આપણા ક્ષેત્ર અને વિશ્વભરમાં શાંતિ તેમજ સ્થિરતા માટે આતંકવાદ એકમાત્ર સૌથી મોટો ખતરો છે. એ જરૂરી છે કે આપણે આતંકવાદના દરેક સ્વરૂપને ખત્મ કરવા માટે કામ કરીએ અને સહયોગનો માહોલ ઉભો કરીએ.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *