માઈક્રોનેશિયા: લેન્ડિંગ સમયે વિમાન રનવે પરથી સીધુ દરિયામાં પહોંચી ગયું

September 28, 2018 - krishana trivedi

No Comments

પ્રશાંત મહાસાગરનાં તટ પર આવેલ પાપુઆ ન્યૂ ગિનીનાં એક વિમાન સાથે એક એવી ઘટના બની કે જે જોઈને બધા જ હેરાન થઈ ગયા છે. ગુરૂવારનાં રોજ માઈક્રોનેશિયામાં એક એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન રનવે પર દોડી રહ્યું હતું અને અચાનકથી પાઈલોટ્સ વિમાન પરનું સંતુલન ગુમાવી બેઠા અને વિમાન સીધું નજીકનાં દરિયામાં જઈને પડ્યું. વિમાન રનવે કરતા લગભગ ૧૬૦ મિટર જેટલું આગળ જતુ રહ્યું હતું. આ વિમાનમાં લગભગ ૩૬ યાત્રીઓ અને ૧૧ ક્રૂ મેમ્બર્સ યાત્રા કરી રહ્યાં હતાં. 

જો કે, સ્થાનિક અધિકારીઓએ એ વાતની પુષ્ટી કરી છે કે વિમાનમાં સવાર દરેક યાત્રી સુરક્ષીત છે. સૂત્રો દ્વારા મળેલ જાણકારી પ્રમાણે આ વિમાન સવારે લગભગ ૯.૩૦ વાગ્યે લેન્ડ કરવાનું હતું. જ્યારે વિમાન લેન્ડ કરી રહ્યું હતું ત્યારે તે રનવે પર નહીં અટકતા આગળને આગળ વધતું ગયું અને સીધુ દરિયામાં જઈને પડ્યું. આ ઘટના માઈક્રોનેશિયા વિસ્તારની છે. વિમાનનાં દરેક યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *