ભારત ની કોયલ તરીકે જાણીતા લતા મંગેશકર નો ૮૮ મો જન્મ દિવસ

September 28, 2018 - krishana trivedi

No Comments

મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલ કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ અપાવવી શરૂ કરી હતી.

લતા માટે ગાવું એક પૂજા સમાન છે.તેથી રેકાર્ડિંગના સમયે એ ખુલ્લા પગે રહે છે.અને ઉસ્તાદ અમાન ખાં ભિંડી બજારવાળા અને પંડિત નરેન્દ્ર શર્માને એ સંગીતમાં પોતાના ગુરુ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ હતા શ્રીકૃષ્ણ શર્મા.

લક્ષ્મીકાંત પ્યારેલાલના 686, શંકર જયકિશનના 453 યુગલ ગીત ગાવ્યા. જ્યારે 327 કિશોરની સાથે. મહિલા યુગલ ગીત તેમને સૌથી વધારે આશા ભોંસલે સાથે ગાયા છે.

વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ પછી જ્યારે કે કાર્યક્રમમાં લતાએ પંડિત પ્રદીપનુ લખેલ ગીત ‘એ મેરે વતન કે લોગો’ ગાયુ હતુ ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની આંખોમાંથી આંસૂ આવી ગયા હતા.

એ કહેવુ ખોટુ નથી કે હિન્દી સિનેમામાં ગાયકીનુ બીજુ નામ લતા મંગેશકર  છે.

 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *