કોરિયા ઓપન બેડમિન્ટન: સાઈના નો ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ.

September 28, 2018 - krishana trivedi

No Comments

ભારતની સ્ટાર શટલર સાઈના નેહવાલે પોતાની આગેકૂચ જારી રાખતા 6,00,000 ડોલરની ઈનામી રકમ ધરાવતી કોરિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સાઈનાએ બીડબલ્યુએફ વર્લ્ડ ટુર સુપર 500 ટુર્નામેન્ટની પ્રીક્વાર્ટર ફાઈનલમાં કોરિયાની કિમ ગા ઈયુનને પરાજય આપ્યો હતો..

ક્વાર્ટર ફાઈનલમાં સાઈનાને વધારે તૈયારીઓ સાથે ઉતરવું પડશે કેમ કે તેનો સામનો 2017ની વર્લ્ડ ચેમ્પિયન અને જાપાનની ત્રીજી ક્રમાંકિત નોઝોમી ઓકુહારા સામે થશે. સાઈના ઓકુહારા સામે 6-3નો રેકોર્ડ ધરાવે છે પરંતુ જાપાની ખેલાડીએ છેલ્લી બે મેચમાં સાઈનાને પરાજય આપ્યો છે..

સાઈના અગાઉ જાન્યુઆરીમાં ઈન્ડોનેશિયા માસ્ટર્સની ફાઈનલમાં પહોંચી હતી. આ વર્ષે સાઈના એકમાત્ર ટુર્નામેન્ટ કોમનવેલ્થ ગેમ્સમાં જીતી હતી. એપ્રિલમાં ગોલ્ડ કોસ્ટ ખાતે રમાયેલી ગેમ્સમાં તેણે ભારતની જ પીવી સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો..

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *