પેટીએમએ Google Pay પર લગાવ્યો મોટો આરોપ

September 22, 2018 - Himalaya

No Comments

ભારતની સૌથી મોટી પેમેન્ટ કંપીની પેટીએમએ ગુગલ પે પર આરોપ લગાવ્યો છે. પેટીએમએ કહ્યું છે કે google Pay યુઝર્સનો ડેટા અન્ય કંપનીઓ સાથે શેર કરે છે. પેટીએમએ આરોપ લગાવ્યો છે કે ગુગલની પ્રાઇવસી પોલીસીમાં સમસ્યા છે અને તેનાથી ભારતીય ગ્રાહકનો પેમેન્ટ ડેટા ગૂગલ એફિલિએટ કંપની અને થર્ડ પાર્ટી યુઝર્સને મળે છે. રિપોર્ટ મુજબ પેટીએમએ NPCIને પત્રમાં કહ્યું કે, ગૂગલ પે અનરેગ્યુલેટેડ પ્લેટફોર્મ છે. જ્યાં તેમના કસ્ટમર ડેટાને પૈસા માટે યુઝ કરવાની સંભાવના છે. જે યુઝરની પ્રાઇવસી પર હુમલો છે.

પેટીએમની આ નોટિસ પછી NPCIના સીઇઓ અને એનપીસીઆઇના મેનેજિંગ ડાયેરેક્ટરે કહ્યું કે હાલમાં જ વોટ્સએપે તેની પેરેન્ટ કંપની ફેસબુકની સાથે યુઝર ડેટા શેર ન કરવા માટે ઇન્કાર કર્યો હતો. એવામાં જો Google Pay તેની પોલીસી હેઠળ યુઝરનો પર્સનલ ડેટા ગૂગલ ગ્રૂપની કંપનીઓ સાથે શેર કરે છે તો તે ચિંતાજનક છે. કારણકે તેમા થર્ડપાર્ટી કંપનીઓ પણ સામેલ છે. ગૂગલની પાસે પહેલાથી જ સોશિયલ ડેટા છે અને આશા છે કે તે હવે તે આપણો પેમેન્ટ ડેટા પણ એક્સેસ કરી રહી છે. જેને પૈસા માટે ઉપયોગમાં લઇ શકે છેય તેનાથી ભારતીય યુઝર્સની પ્રાઇવસી અને દેશની સુરક્ષા પર પણ અસર પડશે.

પહેલા પેટીએમએ વોટ્સએપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે વોટ્સએપ પેમેન્ટ સર્વિસ સિક્યોર નથી અને તેનુ કારણ વોટ્સએપમાં લોગ ઇન અને લોગ આઉટ ઓપ્શન ન હોવાથી થાય છે. જ્યારે ગૂગલ પેના મામલામાં પેટીએમનું એવું પણ કહેવું છે કે ગૂગલ યુઝરનો ડેટા ભારતની બહાર સ્ટોર કરી રહ્યો છે અને શેર કરી રહ્યો છે.

Himalaya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *