10 રૂપિયામાં ખોલો ખાતુ, મળશે સેવિંગ ખાતાથી પણ વધુ વ્યાજ

September 17, 2018 - Himalaya

No Comments

ઓછા રોકાણમાં વધુ ફાયદો થાય તેવા રોકાણની સૌ કાઈને જરૂર હોય. મોંઘવારીના આજના સમયમાં પગાર કે કમાણી જે હોય તેનાથી થોડુ રોકાણ આવનારા સમયને ધ્યાનમાં રાખી કરવું જોઇએ. જો તમે આવી કોઈ સ્કીમમાં રોકાણ કરવાની ઈચ્છા રાખો છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને મદદ કરશે

પોસ્ટ ઓફિસમાં 5 વર્ષમાટે રેકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ (RD) તમારા માટે લાવ્યુ છે ખાસ સુવિધા. તમે તમારી નજીકની પોસ્ટઓફિસમાં જઈને આ ખાતુ ખોલાવી શકો છો. આ ખાતું તમે માત્ર 10 રૂપિયાથી ખોલાવી શકો છો. આ ખાતામા તમને 6.9 ટકા વ્યાજ મળે છે, જે બેન્કોના સેવિંગ ખાતા કરતા વધુ છે. બેન્કના ખાતામાં તમને તેજ રકમ પર 3.5 ટકાથી 6 ટકા વ્યાજ મળે છે.આ ખાતામાં નોમિનેશનની પણ સુવિધા છે. તમે જેટલા ઈચ્છો તેટલા ખાતા પોસ્ટઓફિસમાં ખોલી શકો છો. જોઈન્ય ખાતાની પણ સુવિધા છે.

પોસ્ટઓફિસની 1 વર્ષથી 5 વર્ષની RD સ્કીમમાં 6.9 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો તમને RD સ્કીમમાં 10 હજારથી વધુ વ્યાજ મળે તો તમારે ટેક્સ ચુકવવાનો રહેશે.

RD સ્કીમમાં રોકાણ કરવું કેમ છે ફાયદામાં
આપ તમારી બચતને દર મહિને રોકાણ કરી શકો છો તમારે એક સાથે રોકાણ કરવાની જરૂર પડતી નથી. તમે કેટલા સમય માટે રોકાણ કરશો તે વિકલ્પ પસંદ કરી શકો છો. વ્યાજ દર ઘટતા તેના પર કોઈ અસર થશે નહી ગ્રાહકોને તે સૌથી મોટો ફાયદો છે.એક વર્ષ પછી તમે રોકાણ કરેલી અડધી રકમ ઉપાડી પણ શકો છો.

 

Himalaya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *