લો બોલો હવે ભારત માં શરુ થશે એર ટેક્ષી!!

August 31, 2018 - Umang

No Comments

ઉબરે પાંચ દેશોમાં ભારતનો સમાવેશ કર્યો છે જ્યાં ‘ઉબેર એર સિટી’ સેવા આગામી પાંચ વર્ષમાં શરૂ થઈ શકે છે. ઉબેરની એર ટેક્સી બ્રાન્ચ ‘ઉબેર એલિટ’ એ જાહેરાત કરી છે કે ભારત,જાપાન,ઓસ્ટ્રેલિયા,બ્રાઝિલ અને ફ્રાન્સમાં આ સેવા શરુ થશે.સર્વ પ્રથમ અમેરિકા ના ડલાસ અને લોસ એન્જેલસ માં આ સેવા શરુ થશે.

ત્યાર પછી ભારત ના મુંબઈ,દિલ્હી તેમજ બેન્ગ્લુરું માં આ સેવા શરુ કરાશે. ઉબર કંપની ના જણાવ્યા પ્રમાણે આગામી ૬ મહિના માં ઉબર  એર ઇન્ટરનેશનલ સીટી ની ઘોષણા કરી દેવા માં આવશે.

ત્યાર બાદ આ દરેક દેશો માં નિયુક્ત ઉબર ની ટીમ દરેક પક્ષો સાથે વાતચિત કરી રહી છે.ઉબર ની આ સેવા શરુ થઇ તો આ મેટ્રો સીટી માં કલાકોના ટ્રાફિક જામ સામે મુક્તિ મળશે.

Umang

Leave a comment

Your email address will not be published. Required fields are marked *