જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 35A હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી

August 31, 2018 - mittal Khaniya

No Comments

સુપ્રીમ કોર્ટે જમ્મૂ-કાશ્મીરને વિશેષાધિકાર આપતા બંધારણના આર્ટિકલ 35A પર સુનાવણી હાલ મૌકુફ રાખી છે અને આગામી વર્ષે જાન્યુઆરી પર મુકરર રાખી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી 3 સભ્યોની બેચે સુનાવણી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અરજીકર્તા અશ્ચિની ઉપાધ્યાયે આ અનુચ્છેદની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. આ કેસની સુનાવણી 19 જાન્યુઆરી 2019ના રોજ હાથ ધરવામાં આવશે.

જમ્મૂ-કાશ્મીર સરકારે આગામી પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ મામલે સુનાવણી હાલ પુરતી ટાળવાની માંગણી કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલે માંગણી કરી હતી કે, તમામ સુરક્ષા એજન્સીઓ રાજ્યમાં સ્થાનિય ચૂંટણીઓની તૈયારીમાં લાગેલી છે.

આર્ટિકલ 35A મુદ્દે જમ્મૂ-કાશ્મીરમાં વાતાવરણ તંગ છે. અલગાવવાદીઓએ ગઈ કાલે ગુરૂવારે જ કાશ્મીર ખીણમાં બંધનું આહ્વાન કર્યું હતું. જમ્મૂ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવી મુખ્ય પાર્ટીઓ પણ સુનાવણીનો વિરોધ કરી રહી હતી

mittal Khaniya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *