આંતરરાષ્ટ્રીય ચીનમાં ઓનલાઈન ગેમ્સથી બાળકો પાયોપિઆનો શિકાર

August 31, 2018 - krishana trivedi

No Comments

 

ચીનમાં બા‌ળોક માયોપિઆ (લઘુ દૃષ્ટિ દોષ)નોનો શિકાર બની રહ્યા છે, જેને અટકાવવાના પ્રયાસ અંતર્ગત સરકારે કેટલીક ઓનલાઈન ગેમ્સ પર નિયંત્રણ લાવવાની યોજનાનો ખુલાસો કર્યો છે. સરકારના ખુલાસાને પગલે ઓનલાઈન ગેમિંગ કંપનીઓમાં ભૂકંપ આવી ગયો છે. આ યોજના દેશના ઉભરતા અત્યંત લોકપ્રિય વીડિયો ગેમ ઉદ્યોગ પર સરકારના નિયંત્રણને મજબૂત કરવાની દિશામાં એક પગલું છે.  

બાળકોની આંખોની સુરક્ષાની દ્રષ્ટિએ ગત બુધવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મહત્વના દિશાનિર્દેશ જાહેર કર્યા હતા, ત્યારબાદ આ નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. ચીનના શિક્ષણ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અધિકારીઓ ઈન્ટરનેટ ગેમ્સની કુલ સંખ્યાનું નિયમન તેમજ નિયંત્રણ કરશે. સાથે જ તેઓ આ ગેમ્સના નવા નામ અંગે પણ નજર રાખશે. નિવેદન પર આઠ મંત્રાલયોએ હસ્તાક્ષર કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે અધિકારી ઉંમર મુજબ યોગ્ય ચેતવણી સિસ્ટમ શોધશે અને બાળકો માટે ગેમ રમવાના કલાકો મર્યાદીત કરવા માટે કાર્યવાહી કરશે.

આ યાદીમાં શુક્રવારે સવારે ચાઈનીઝ વીડિયો ગેમ કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો હતો. શિન્હુઆએ જિનપિંગના આદેશને ટાંકીને જણાવ્યું કે ચીનમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને નાની ઉંમરના બાળકોમાં માયોપિઆનો ઊંચો દર જોવા મળે છે. ચીનના રાષ્ટ્રીય રેડિયો તેમજ ટેલિવિઝન તંત્ર મુજબ મે માસથી સ્થાનિક કંપનીઓને નવા નામ નથી આપવામાં આવતા તેમજ ફેબ્રુઆરીથી કોઈ નવી ગેમને સ્વીકૃતિ પણ અપાઈ નથી. રાષ્ટ્રીય રેડિયો તેમજ ટેલિવિઝન તંત્ર નિયમિત રીતે આ રમતોની ઓનલાઈન યાદી અપડેટ કરે છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *