મોદીનું સપનું ઝડપથી સાકાર થશે! રાજ્યમાં છ નવા પાસપોર્ટ કેન્દ્રને મંજૂરી, કુલ 24 થયા

August 30, 2018 - Hetu

No Comments

“નરેન્દ્ર મોદીનું સપનું હતું કે દરેક ગુજરાતી પાસે પાસપોર્ટ હોવો જોઈએ. આ માટે એક વ્યવસ્થા હોવી જોઈએ. ખાસ કરીને ગરીબો પાસે પાસપોર્ટ હોવો જોઈએ.”

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માટે આનંદના સમાચાર છે. સરકારની વિનંતી બાદ કેન્દ્ર સરકારે રાજ્યમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી છે. ગાંધીનગર ખાતે આવેલા કેન્દ્રીય રાજ્ય વિદેશ મંત્રી એમ.જે.અકબરે આ જાહેરાત કરી હતી. છ નવા પાસપોર્ટ કેન્દ્રને મંજૂરી મળતાની સાથે જ ગુજરાતમાં કુલ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યા 24 પર પહોંચી જશે.
https://i0.wp.com/images.gujarati.news18.com/static-guju/uploads/459x306/jpg/2018/08/six-new-passport-center-at-gujarat.jpg?w=750&ssl=1
આ જગ્યાએ મળી મંજૂરી

ગુજરાતમાં છ નવા શહેરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની મંજૂરી મળી છે તેમાં ગાંધીનગર, બારડોલી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. નવા પાસપોર્ટ કેન્દ્રો શરૂ થતાની સાથે જ હવે આ શહેરોના લોકોને પાસપોર્ટ માટે બીજા શહેરમાં જવું નહીં પડે.

 


આ અંગે મીડિયાને માહિતી આપતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, “કેન્દ્રના વિદેશ મંત્રાલય તરફથી આઉટ રીચ કોન્ફરન્સ રાખવામાં આવતી હોય છે. અગાઉ તેલંગાણા અને મહારાષ્ટ્રમાં આવી કોન્ફરન્સ થઈ ચુકી છે. આજે ગાંધીનગર ખાતે વિદેશના રાજ્યમંત્રી એમ. જે. અકબરના અધ્યક્ષતામાં કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને પડતી સમસ્યાઓ, તેમને નડતા લગ્ન સંબંધી પ્રશ્નો તેમજ વિદેશમાં નોકરી સંદર્ભે નડતા પ્રશ્નો અંગે આ બેઠકમાં વિદેશમંત્રીની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી.”

 

Hetu

Leave a comment

Your email address will not be published. Required fields are marked *