એચ-૧બી વિઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સ્થગિત રાખવાની મુદતમાં વધારો

August 30, 2018 - Himalaya

No Comments

અમેરિકાએ હંગામી ધોરણે સ્થગિત રાખવામાં આવેલી એચ-૧બી વિઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાને વધુ પાંચ મહિનાની મુદત માટે સ્થગિત રાખવા નિર્ણય લીધો છે. બેકલોગ અરજીઓનો નિકાલ થઈ શકે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાનો ખાસ લાભ લેતા હોય છે.

એચ-૧બી વિઝાઅરજી પ્રોસેસિંગમાં સરેરાશ છ મહિનાનો સમય લાગતો હોય છે, પરંતુ પ્રીમિયમ પ્રોસેસિંગ માટે ૧,૨૨૫ ડોલર(રૂપિયા ૮૬,૧૮૧)ની ફી ભરવામાં આવે તો અરજી મળ્યાથી માત્ર ૧૫ કેલેન્ડર દિવસમાં અરજી પ્રોસેસિંગ સંભવ બને છે, તેની મદદથી કેટલીક કંપનીને યાદીમાં આગળ નીકળી જવામાં મદદ મળે છે.

અમેરિકી સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સેવાઓએ પ્રીમિયમ પ્રોસેસિંગસેવાઓ વધુ સ્થગિત રાખવા ગઈકાલે નિર્ણય લીધા પછી હવે તે નિર્ણય આગામી વર્ષની ૧૯ ફેબ્રુઆરી સુધી અમલી રહે તેવી સંભાવના છે.

માર્ચ મહિનામાં અમેરિકીઔઇમિગ્રેશન વિભાગે માર્ચ મહિનામાં જાહેરાત કરી હતી કે પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાઓ વર્ષ ૨૦૧૯નાં નાણાકીય વર્ષ માટેની તમામ અરજી પ્રોસેસ નહીં થઈ જાય ત્યાં સુધી હંગામી ધોરણે સ્થગિત રાખશે, તેમાં અમેરિકી માસ્ટર્સ કે હાયર ડિગ્રી ધરાવતી વ્યક્તિઓ દ્વારા થતી અરજીઓનો સમાવેશ થાય છે અર્થાત્ પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાને હંગામી ધોરણે ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮થી સ્થગિત રાખવામાં આવી હતી, હવે મુદત વધારીને ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધી કરવામાં આવી છે.

ઇમિગ્રેશન વિભાગનું કહેવું છે કે આ નિર્ણય લેવાતાં એચ-૧બી વિઝા માટેની લાંબા ગાળાથી પડતર અરજીઓના નિકાલમાં તેને મદદ મળશે. પ્રીમિયમ પ્રોસેસિંગની માગણી સાથે અરજી મોટી સંખ્યામાં આવતી હોવાથી પડતર અરજીઓ પ્રોસેસ કરવા તેની પાસે સમય બચતો નથી.

Himalaya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *