અમદાવાદની 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, ફોટા પાડીને કરી બ્લેકમેઈલ

August 30, 2018 - Anchal Chaturvedi

No Comments

રાજ્યમાં છેડતી અને દુષ્કર્મની ધટનાઓ થમવાનું નામ નથી લેતી, અને દિવસો-દિવસે વધતી જાય છે. ત્યારે અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક 14 વર્ષીય સગીરા સાથે 25 વર્ષના યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યા હોવાની સાથે ગેસ્ટહાઉસમાં લઈ જઈ ફોટા પાડ્યા અને બ્લેકમેઈલ કર્યા હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન નોંધાઈ છે.

બાથમાં લઈને લાફા માર્યા

ચાંદખેડા પાસે આવેલી સ્કુલના ગેટ આગળથી અને સાબરમતી ટોળનાકાથી અનાર નવાર આ યુવાન સગીરાનો પીછો કરતો હતો. સગીરાને લલચાવીને તેને મંદિરે લઈ જઈને તેમજ કલોલ પાસેના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને ફોટા પાડી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. અને સંબંધ નહી રાખે તો ફોટા સમાજમાં ફરતા કરવાની ધમકી આપી હતી, અને જબરજસ્તી બાથમાં લઈને લાફા પણ માર્યા હોવાની વાત પોલીસ ફરિયાદમાં કરાઈ છે.

ગુનામાં વપરાયેલી બાઈક અને કાર કબ્જે કરી
ફરિયાદ મુજબ પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. અને 26મી ઓગસ્ટે ચાંદખેડા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી સોનાની બે વીટી કિંમત- 7200, સોનાની નાની ચુની 7 નંગ, કિંમત- 3800, સોનાની કાનની બુટી બે જોડી, કિંમત- 11200, અને સેમસંગ કંપનીનો મોબાઈલ કિંમત- 5000, તેમજ ઉપયોગમાં લીધેલી બાઈકની કિંમત- 10000, તથા એક કારની કિંમત-150000 પણ કબ્જે કરાઈ છે. હાલ આરોપીને પકડીને જ્યુડીશીયલ કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.

Anchal Chaturvedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *