ચાલો જઇયે જવાનો ની મુલાકાતે …

August 13, 2018 - Umang

No Comments

15 મી ઓગસ્ટ આવી રહી છે અને આખો દેશ દેશભક્તિ ના રંગ માં ડૂબેલો છે ત્યારે વી.આર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન ના વિદ્યાર્થીઓ એ બનાસકાંઠા ના સુઈગામ વિસ્તાર ના નડાબેટ માં આવેલી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ની મુલાકાત લીધી હતી.

આ સાથે જ વિદ્યાર્થીઓ એ ભારત ની સીમા ની દરેક સંજોગો માં રખેવાળી કરતા જવાનો સાથે રક્ષાબંધન તેમજ સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા દરેક જવાન ને રાખડી બાંધી ને તે સદાય માં ભારતી ની રક્ષા કરી શકે તે હેતુ થી રક્ષા બાંધી ને તેના લાંબા આયુષ્ય ની કામના કરવામાં આવી હતી.

આ ઉપરાંત વી.આર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદ ના વકીલ-ગાયકો નો એક સરસ મજાના લાઈવ ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને બી.એસ.એફ ના જવાનોની લાઈવ પરેડ નું કવરેજ કરી ને વિદ્યાર્થી ઓ ને એક સરસ અનુભવ પ્રાપ્ત થયો હતો.

આ ઉપરાંત જવાનો ની સાથે સીધો સંવાદ કરી ને તેમની કાર્ય-પ્રણાલી,વિસ્તાર ની આબોહવા તેમજ તેમને પડતી મુશ્કેલીઓ ને જાણી હતી અને જવાનો સાથે સમય પસાર કર્યો હતો.

આ સાથે જ વી.આર ઇન્સ્ટિટ્યૂટ નો વિદ્યાર્થી હું ઉમંગ મોજીદ્રા આપની રજા લઉ છું.
જય હિન્દ.
જય ભારત
જય જવાન-જય કિશાન
વંદે માતરમ્

Umang

Leave a comment

Your email address will not be published. Required fields are marked *