વડોદરામાં થી ઝડપાયો ઇમાનદાર બાઈક ચોર

July 23, 2018 - neha maheriya

No Comments

વડોદરામાં બાઈક ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક સોશિયલ મીડિયા દ્વારા બાઈક ચોર બન્યો. પરંતુ આ બાઈકચોર યુવક ચોરી કરેલી બાઈક ફેરવીને એ જગ્યાએ પરત મૂકી દેતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી વાહનો ચોરવાના આરોપસર એસઓજીએ બાઈક ચોર વિપુલ વસાવાને ઝડપી લીધો છે. વિપુલ વસાવા નામના આ યુવકે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી એક ક્લિપ પરથી વગર ચાવીએ વાહનો કેવી રીતે ચોરવા તે શીખ્યો હતો. તેણે આ ટ્રીકથી વડોદરામાં અનેક વાહનોની ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે એસઓજી ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણ અને ટીમને આ ચોર અંગે માહિતી મળી હતી. જે અનુસાર પોલીસે બદામડી બાગ ઝુપડામાં રહેતા વિપુલ વસાવાને ઝડપી લીધો હતો.
પોલીસ પૂછપરછમાં વિપુલ વસાવાએ કબૂલ્યું કે, છેલ્લા દોઢ માસમાં તેણે શહેરના વિવિધ વિસ્તારોમાંથી બૂલેટ, પલ્સર સહિતની વાહનો ચોરી કરી હતી. પણ રસપ્રદ બાબત એ છે કે, આ યુવક વાહન ચોરીને તેને વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો હતો. આમ, તે માત્ર બાઈક ચલાવવાના શોખથી જ બાઈક ચોરી કરતો હતો.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *