ગુજરાત ના 19 જળાશયો માં હાઇ એલર્ટ,નર્મદા ડેમ ની સપાટી 111.23 મીટરે પહોંચી

July 19, 2018 - neha maheriya

No Comments

ગાંધીનગર: રાજ્યના પૂર નિયંત્રણ એકમ દ્વારા 19 જળાશયો અને 5 ડેમો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરદાર સરોવર (નર્મદા ડેમ) 111.13 મીટરની સપાટીએ પહોંચતા નર્મદા ડેમમાં 39.78 ટકા પાણીનો ભરાવો થતા 13 ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 111.23 મીટરની સપાટીએ પહોંચતા ડેમ 39.78 ટકા ભરાયો છે. રાજ્યના નવસારીમાં ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર અને તાપીનું દોસવાડા જળાશય સંપૂર્ણ ભરાઇ ગયા છે. તેમજ રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી, જૂનાગઢનું અંબાજલ અને ઓઝત-ર, તેમજ ગિર-સોમનાથનું હિરણ-ર જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા કુલ ૧૯ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગિર-સોમનાથ જિલ્લાનું રાવલ અને શિંગોડા રાજકોટનું ભાદર-2 અને ફોફલ-1, અમરેલીનું સંક્રોલી મળી કુલ ૦૫ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૩ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *