‘રોડ રોમિયો’ થી કંટાળી ને વિદ્યાર્થીની એ કાપી હાથ ની નસ, અપરાધી ની ધરપકડ

July 19, 2018 - neha maheriya

No Comments

મહેસાણા: છેલ્લા ત્રણ વર્ષથી શાળાની બહાર અને ઘરે આવતાં- જતાં કરાતી છેડતી અને પોતાની સાથે સબંધ નહીં રાખે તારા મમ્મી-પપ્પાનું ખૂન કરી દઇશ તેવી ધાકધમકી આપતાં યુવકથી ત્રાસી ગયેલી મહેસાણા શહેરની ધોરણ-12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટના બાદ વિદ્યાર્થિનીએ પરિવાર સમક્ષ રજૂ કરેલી કથનીથી પરિવાર હચમચી ગયો હતો અને તેણીને હિંમત આપી બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ રાધનપુર રોડ પર ચામુંડાનગરમાં રહેતા કલ્પેશસિંહ ચંદનસિહ ઝાલા નામના યુવકની ધરપકડ કરી લીધી હતી. હાલ આ વિદ્યાર્થિની સારવાર હેઠળ છે.

મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં નોંધાયેલી સગીરાની ફરિયાદ અક્ષરશ: આ પ્રમાણે છે.
હું ધોરણ-12માં અભ્યાસ કરું છું. હું સવારે 7 વાગ્યે સ્કૂલે ગયેલી અને બપોરે 12 વાગ્યે મારા ઘરે આવેલી. તે પછી 12-30 વાગે મારા ઘરમાં મેં મારા ડાબા હાથના કાંડા નજીક બ્લેડો મારી મેં જાતે ઇજાઓ કરેલી, જેથી મને લોહી નીકળેલું અને મેં બુમાબુમ કરતાં મારી મમ્મી દોડી આવેલી અને મારા કાકાના એકટીવા ઉપર હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા. મારા હાથ ઉપર લોખંડની બ્લેડ મારવાનું કારણ એ છે કે એક છોકરો કે જેનું નામ કલ્પેશસિંહ ચંદનસિંહ જાતે ઝાલા, બાહુબલી નજીક ચામુંડાનગરમાં મને અવાર નવાર રસ્તામાં મળતો અને હેરાન પરેશાન કરતો હતો. મને રસ્તામાં સ્કૂલે જતાં તેમજ ટ્યુશનના ક્લાસ ભરવા જતી હોઉં ત્યારે મારી પાસે અઘટીત માંગણીઓ કરતો હોઇ તેમજ મને રસ્તામાં ઉભી રાખીને કહેતો હતો કે, તું મારી સાથે ચાલ નહીંતર હું તને જીવવા નહીં દઉ. સાથે તે કહેતો કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા મમ્મી-પપ્પાનું ખૂન કરી દઇશ અને અવારનવાર જ્યારે મને રસ્તામાં મળે ત્યારે મારી પાસે અઘટીત માંગણીઓ કરતો હતો. રવિવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે અમારી સોસાયટી આગળ રોડ ઉપર મને આ કલ્પેશસિંહ મળેલો અને મને તથા મારા મમ્મી-પપ્પાને મારી નાખવાની ધમકી આપીને કહેલ કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તેનું પરિણામ ખરાબ આવશે અને કહેતો હતો કે, તું મારી વાત નહીં માને તો હું તારા ફોટા નેટ ઉપર ફરતા કરી દઇશ. પોલીસમાં મારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તેનું પરિણામ ખરાબ આવશે. હું કલ્પેશસિંહથી ખૂબ જ ડરી ગઇ હતી. મેં અગાઉ ક્યારેય મારા મમ્મી-પપ્પાને આ બાબતે વાત કરેલી નહીં, જેથી કલ્પેશસિંહ વિરુદ્ધ મારી કાયદેસર ફરિયાદ છે.

જામીન પણ ના મળવા જોઇએ : પીડિતાનો આક્રોશ
હોસ્પિટલના બિછાને હાથની ઇજાને કારણે કણસી રહેલી કિશોરીએ વાતચીત કરતાં કહ્યું કે, મારી ફરિયાદને આધારે અલ્પેશસિંહની ધરપકડ બાદ જામીન જ ના મળવા જોઇએ, જેથી કરીને મારા જેવી અન્યો આવી સ્થિતિમાં ના મુકાય.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *